Monday - May 04, 2026

મોરબીના લાલપર ગામે બાઈક પર ઉભેલા આધેડનું અન્ય બાઈકની ટક્કરથી મોત

મોરબીના લાલપર ગામે બાઈક પર ઉભેલા આધેડનું અન્ય બાઈકની ટક્કરથી મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઈકાલે રાત્રીના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમા લાલપર નજીક પોતાના બાઈક પર ઉભેલા આધેડને અન્ય બાઈકે ટક્કર મારતા નીચે પટકાયેલા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.

વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક પોતાનું બાઈક લઈ ઉભેલા સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા ઉ.વ.52 રહે.વર્ધમાન એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી વાળાને સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં પાછળથી આવેલ બાઈક ચાલકે ટક્કર મારતા સુરેશભાઈ નીચે પડી ગયા હતા અને માથાના ભાગે રોડની પાળી લાગી જતા ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.