મોરબી : મોરબી શહેરની ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા નિકેતભાઈ ત્રિકમજીભાઈ ડાભી ઉ.વ.43 નામના યુવાને ગઈકાલે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.