Saturday - Oct 03, 2026

મોરબીના બગથળા ગામે ચેકડેમમાં ન્હાવા જતા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

મોરબીના બગથળા ગામે ચેકડેમમાં ન્હાવા જતા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

મોરબી : મોરબી તાલુકના બગથળા ગામે સુરેશભાઈ રૂગનાથભાઈ રાંકજાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અમરસિંગભાઈ ગોરધનભાઇ રાઠવા ઉ.34 નામના યુવાન ફલકું નદીના ચેકડેમમાં ન્હાવા જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.