Wednesday - Apr 22, 2026

વાંકાનેરના ચંદ્રપુરમાં તસ્કરો 12 લાખની કિંમતનું ટ્રેકટર ઉઠાવી ગયા

વાંકાનેરના ચંદ્રપુરમાં તસ્કરો 12 લાખની કિંમતનું ટ્રેકટર ઉઠાવી ગયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે દરગાહ પાછળ આવેલ એશિયન રીફેક્ટરી કારખાનાના ગ્રાઉન્ડથી કોઈ અજાણ્યા તસ્કર રૂપિયા 12 લાખની કિંમતનું જ્હોન ડિયર કંપનીનું જીજે - 36 - એસ - 3691 નંબરનું ટ્રેકટર ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ટ્રેકટર ચોરીની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.