Wednesday - Apr 22, 2026

હળવદના ચરાડવાનો યુવાન વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડવા મજબૂર

હળવદના ચરાડવાનો યુવાન વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડવા મજબૂર

ઉંચા વ્યાજે 15.30 લાખ આપી ચેક પડાવી લઈ પઠાણી ઉઘરાણી કર્યાની પાંચ વિરુદ્ધ ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ જતા પાંચ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે 15.30 લાખની રકમ લીધી હોય પાંચેય વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બેંકના ચેક પડાવી લઈ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતા ઘર છોડવા મજબુર બનેલા યુવાને પાંચેય વાયજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા કાળુભાઇ ઉર્ફે નાગજીભાઈ રૈયાભાઇ ગમારા ઉ.વ.25 નામના યુવકને ધંધામાં ખોટ જતા એક વર્ષ પૂર્વે આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા, જયરાજ રાજેશભાઇ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતીક મહેશભાઈ ગૌસ્વામી અને આરોપી દિપક જગદીશભાઈ બાવાજી રહે.તમામ ચરાડવા વાળાઓ પાસેથી 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા. બાદમાં આરોપીઓએ પૈસાની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી બેંકના કોરા ચેક પડાવી લઈ ધાક ધમકી આપતા યુવાને ઘર છોડી દીધું હતું.છતાં આરોપીઓ દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખતા અંતે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધાર કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.