Saturday - May 16, 2026

મોરબીના ઔદ્યોગિક ઝોનમાં કલાકો સુધી ટ્રાફિકજામથી અનેક વાહનો ફસાયા

મોરબીના ઔદ્યોગિક ઝોનમાં કલાકો સુધી ટ્રાફિકજામથી અનેક વાહનો ફસાયા

મોરબીના ઔદ્યોગિક એટલે સીરામીક ઝોન ગણાતા જેતપર--પીપળી રોડ ઉપર ફોરલેનની કામગીરી ચાલતી હોવાની વચ્ચે બેલા ગામ નજીક નવા પુલનું કામ શરૂ કરવા ડાઈવર્ઝન કાઢતા સાંકડા ડાઈવર્ઝનને કારણે ટ્રાફિકની ભારે અંધાધૂધી થઈ હતી. ટ્રાફિકથી ધમધમતા આ રોડ ઉપર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાતા વાહન વ્યવહાર એકદમ કાચબા ગતિએ થઈ જવાથી મોટી સંખ્યામાં અનેક વાહનો ફસાય ગયા હતા.

મોરબીમાં ઘણા સમયથી જેતપર – પીપળી રોડ ઉપર ફોરલેનની કામગીરી ચાલતી હોય ત્યારે બેલા ગામ નજીક નવા પુલનું કામ ચાલુ કરાયું છે. પણ આ કામ માટે કોન્ટ્રાકટર દ્વારા ડાઈવર્ઝન કાઢવામાં આવ્યુ હોઉં પણ ડાઈવર્ઝન નાનું  હોવાથી યોગ્ય રીતે વાહન વ્યવહાર ચાલી ન શકતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે ફોરલેનની કામગીરીના કારણે કાયમી રીતે કોઈને કોઈ કારણોસર વાહનો ફસાતા હોવાથી ટ્રાફિકજામ સર્જાઈ છે. પણ આજે તો ટ્રાફિકજામની સ્થિતિએ ભારે કરી હતી અને કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેમજ વાહનનોની મોટી કતારો લાગી હતી.ખાસ્સો સમય સુધી આ મહત્વનો રોડ ટ્રાફિકજામથી પ્રભાવિત રહેતા મોટા પ્રમાણમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.