ભારત વિકાસ પરિષદ-મોરબી સંસ્થા અવારનવાર રાષ્ટ્રહિત અને સમાજસેવાનાં કાર્યક્રમો કરતી રહે છે. આ સંસ્થા દ્રારા પ્રતિ વર્ષે બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ અને બળવતર બને એ માટે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક શાળાનાં ધોરણઃ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.
સમૂહમાં સંસ્થા દ્રારા બનાવેલ રાષ્ટ્રીય ચેતના કે સ્તર પુસ્તિકામાંથી દેશભક્તિ ગીત રજૂ કરે છે. આ વર્ષે પણ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૪ તા. ૧૧/૦૮/૨૦૨૪, રવિવારનાં રોજ યોજાશે. આ સ્પર્ધામાં મોરબી મહત્તમ શાળાઓ ભાગ લે અને રાષ્ટ્રહિતની પ્રવૃતિમાં પોતાનું યોગદાન આપવા વિનંતી કરાઈ છે. આ સ્પર્ધા શાખા, પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. સ્પર્ધામાં રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા. ૩૧/૦૭/૨૦૨૪, બુધવારછે. સ્પર્ધાનાં નિયમો અને રજીસ્ટ્રેશન ફોર્મ નીચે દર્શાવેલ નંબર પરથી મેળવી લેવા તેમજ અન્ય માહિતી માટે પણ નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
પરેશભાઈ મિયાત્રા (સંયોજક)
મો. 99799 60477
વિનુભાઈ મકવાણા (સહસંયોજક)
મો. 97233 79171, હિંમતભાઈ મારવણીયા (સચિવ)
ડૉ. જયેશભાઈ પનારા (અધ્યક્ષ)