Saturday - May 16, 2026

માળીયાના સરવડ ગામેં વ્યાજખોરોએ ભારે કરી

માળીયાના સરવડ ગામેં વ્યાજખોરોએ ભારે કરી

માળીયાના સરવડ ગામે વેપારીએ ત્રણ વ્યાજખોરો પાસેથી 10 ટકા વ્યાજે 5 – 5 લાખ મેળવ્યા બાદ 80 લાખ પરત ચૂકવી દેવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને વેપારીનું જીવવું હરામ કરી નાખ્યું હતું. ત્રણ વ્યાજખોરોએ ચામડાંતોડ વ્યાજ વસૂલવા માટે કાળો વર્તાવ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરિયા ઉ.વ.23 નામના યુવાને આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા રહે. બન્ને શનાળા અને પ્રવીણ રબારી રહે.ખાનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ કોઈ કામ માટે છ મહિના પહેલા આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા પાસેથી 5 – 5 લાખ એમ 10 ટકા વ્યાજે 10 લાખ લીધા બાદ વ્યાજ અને મુદ્દલ સહિત 80 લાખ ચૂકવવા છતાં પણ ત્રણેય વ્યાજખોરોએ આ યુવાનનો પીછો છોડ્યો ન હતો અને યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરીને તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતુ અને આ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વોટ્સએપ કોલમાં ગાળો આપી વધુ પાંચ લાખ માંગ્યા હતા. જેથી વ્યાજખોરોની રોજે રોજની પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવાને ફરિયાદ નોંધાવી હતી.