Tuesday - Jul 07, 2026

મોરબીમાં ટ્રાફિકને અડચણરૂપ પતંગ-દોરીના સ્ટોલ ધારકો સામે દંડનીય કાર્યવાહી

મોરબીમાં ટ્રાફિકને અડચણરૂપ પતંગ-દોરીના સ્ટોલ ધારકો સામે દંડનીય કાર્યવાહી

મહાપાલિકાએ બે દિવસ ચેકીંગ હાથ ધરી રૂ.3.66 લાખનો દંડ ફટકાર્યો

મોરબી : મોરબીમાં રોડ ઉપર ઠેક ઠેકાણે નડતરરૂપ મંડપો નાખી વેપાર કરતા પતંગ- દોરા અને સ્વેટરના સહિતના 125 વેપારીઓને મહાનગરપાલિકા દ્વારા રૂ.3.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબીમાં સરદારબાગ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ, સર્કિટ હાઉસ રોડ, ત્રાજપર રોડ, સો ઓરડી રોડ સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકાની ત્રણ ટીમોએ બે દિવસ ડ્રાઇવ ગોઠવી હતી. જેમાં રોડ ઉપર નડતરરૂપ મંડપ નાખીને વેપાર કરતા પતંગ-દોરાના વેપારીઓ, સ્વેટરના વેપારીઓ સહિતના 125 વેપારીઓને રૂ.100થી લઈ રૂ.2500 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ મહાપાલિકાએ કુલ રૂ.3.66 લાખનો દંડ વસુલ કર્યો હતો