Sunday - Jul 05, 2026

ટ્રાફિક શાખા એક્શન મોડમાં: રવાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ,

ટ્રાફિક શાખા એક્શન મોડમાં: રવાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ,

અડચણરૂપ ૨૪ વાહનચાલકો પાસેથી ૧૨,૦૦૦ નો દંડ વસૂલાયો

ટ્રાફિક શાખા એક્શન મોડમાં: રવાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ,

મોરબી:શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક શાખા દ્વારા સતત બીજા દિવસે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે ૧૯/૧/૨૬ના રવાપર ચોકડી અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ થતા વાહનો સામે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કયા વિસ્તારોમાં ડ્રાઈવ યોજાઈ?

ટ્રાફિક શાખાની ટીમ દ્વારા બાપા સીતારામ ચોકથી શરૂ કરી રવાપર ચોકડી, રવાપર ઝાપો, કેપિટલ માર્કેટ, કોહીનુર કોમ્પલેક્ષ થઈને વર્ધમાન ચોકડી સુધીના રોડ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રસ્તા પર નડતરરૂપ ઉભેલા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દંડનીય કાર્યવાહી અને સમજદારી:

આ ડ્રાઈવ દરમિયાન અડચણરૂપ પાર્ક કરેલા કે ઉભેલા કુલ ૨૪ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂ. ૧૨,૦૦૦/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો. દંડ ઉપરાંત, પોલીસે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિક નિયમન અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. વેપારીઓને પોતાના અને ગ્રાહકોના વાહનો સુનિશ્ચિત જગ્યાએ જ પાર્ક કરવા અને કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા.

પોલીસની લોકોને ખાસ અપીલ:
ટ્રાફિક ડ્રાઈવના અંતે પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે:
* પોતાનું વાહન રોડ ઉપર ગમે ત્યાં પાર્ક ન કરવું.
* કોઈપણ સંજોગોમાં રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું.
* પોતાની જ લાઈનમાં વાહન ચલાવવું જેથી અન્ય વાહનચાલકોને અડચણ ન થાય અને ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય.

ઉલ્લેખનીય છે કે, રવાપર ચોકડી નજીક આજે સતત બીજા દિવસે પણ ટ્રાફિક ડ્રાઈવ યથાવત રહી હતી, જેનાથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો.

ટ્રાફિક શાખા એક્શન મોડમાં: રવાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ,