Wednesday - Mar 04, 2026

મોરબીમાં બગથળા અને કાંતિપુરનો માર્ગ અત્યંત બિસમાર હોવાથી અકસ્માતનું જોખમ

મોરબીમાં બગથળા અને કાંતિપુરનો માર્ગ અત્યંત બિસમાર હોવાથી અકસ્માતનું જોખમ

ખરાબ રોડની તાત્કાલિક મરમત્ત કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

મોરબી : મોરબીના બગથળા અને કાંતિપુર ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. તેથી આવી અકસ્માતની ઘટના બને તે પહેલાં તાત્કાલિક આ ખરાબ રોડને યોગ્ય રીતે રીપેર કરવા માટે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ, બગથળાથી કાંતિપુર સુધીનો રસ્તો હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીમાર વ્યક્તિને સારવાર માટે દવાખાને લઈ જવામાં પણ ગંભીર મુશ્કેલીઓ ઉભી થાય છે અને રસ્તાની ખસ્તા હાલતને કારણે દર્દીની તબિયત વધુ બગડવાની શક્યતા રહે છે. ઉપરાંત, રોજગાર, વ્યવસાય અથવા દૈનિક ખરીદી માટે મોરબી શહેર આવન-જાવન કરનાર ગ્રામજનોને પણ આ માર્ગના કારણે ભારે તકલીફ સહન કરવી પડી રહી છે. આથી આ રસ્તાની તાત્કાલિક રીપેરિંગ કરી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવાની માંગ કરવામાં આવી છે. કાંતિલાલ બાવરવાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.