Sunday - Jun 07, 2026

મોરબીમાં અલ્ટો કારને થાર કારે હડફેટે લેતા વેપારીના પત્ની ઘાયલ

મોરબીમાં અલ્ટો કારને થાર કારે હડફેટે લેતા વેપારીના પત્ની ઘાયલ

મોરબી  : કચ્છથી પરત આવી રહેલા મોરબીનાએ વેપારીની અલ્ટો કારને મોરબી - કંડલા બાયપાસ પર એક સફેદ કલરની થાર ગાડીના ચાલકે હડફેટે લઈ જોરદાર ટક્કર મારતા અલ્ટો કારમાં નુકશાન થવાની સાથે કારની પાછળની સીટમાં બેઠેલા વેપારીના પત્નીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ થાર ગાડીનો ચાલક નાસી ગયો હતો.

મોરબી શહેરના સરદાર બાગ પાછળ આવેલ ક્રિષ્ના સોસાયટીના રહેતા અને મૂંનનગરમાં કેમિકલનો વ્યવસાય કરતા ફરિયાદી પ્રવીણભાઈ બાબુભાઇ ભીલા ઉ.55 નામના વેપારીએ અજાણ્યા સફેદ કલરના થાર ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તેઓ પરિવાર સાથે કચ્છથી મોરબી આવી રહ્યા હતા ત્યારે કંડલા બાયપાસ નેક્સસ સિનેમા નજીક બપોરના સમયે સફેદ કલરની થાર ગાડીના ચાલકે પાછળથી આવી કારને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતના કારની પાછળની સીટમાં બેઠેલા તેમના પત્ની કલ્પનાબેનને જમણા પગમાં તેમજ પાસળીમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી થાર ચાલક નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.