Sunday - Jun 07, 2026

વાંકાનેરના તીથવા ગામે મહિલા પર શંકા કરી પાડોશી દંપતી ભડકયુ, હુમલો કર્યાની ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામે મહિલા પર શંકા કરી પાડોશી દંપતી ભડકયુ, હુમલો કર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા મહિલ અને તેના પરિવારના સભ્યો પર પાડોશમાં જ રહેતા દંપતી અને અન્ય બે શખ્સોએ ખોટી શંકા કુશંકા કરી ઝઘડો કરી ફરિયાદી તેમજ તેમની દીકરીને ઢીકાપાટુ અને પાઇપ મારી ઇજાઓ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે લાલશાનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાજબેન સલીમશા શાહમદાર ઉ.વ.42 નામના મહિલા પર તેમના પડોશમાં રહેતા યુનુસભાઈ કાળુભાઇ હાલા અને તેમના પત્ની યાસમીનબેન હાલા અવાર નવાર શંકા કુશંકા કરી ઝઘડો કરતા હોય ગત તા.30ના રોજ બન્ને આરોપીઓએ ઝઘડો કર્યો હતો જેમાં દંપતી ઉપરાંત આરોપી સમીર આદમભાઈ દલપોત્રા અને આરોપી મુસ્તાક ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા રહે.બન્ને વાલાસણ વાળાઓએ એકસંપ કરી પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ફરિયાદી તેમજ તેમની દીકરી જસમીન અને સાનિયાને માર મારતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.