Sunday - May 03, 2026

વાંકાનેરમાં વીજશોકથી વેપારીનું મોત

વાંકાનેરમાં વીજશોકથી વેપારીનું મોત

વાંકાનેર તાલુકાના ઠીકરિયાળી ગામે રહેતા અને વેપાર કરતા અશ્વિનભાઈ લાલજીભાઈ માલકીયા ઉ.26 નામના વેપારી પોતાની દુકાને હતા ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.