Friday - May 01, 2026

મોરબીમાં તીનપતિનો જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ

મોરબીમાં તીનપતિનો જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાછળ આવેલ લાયન્સ નગરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી રેખાબેન ગુણવંતભાઇ પીઠવા, પુજાબેન મુકેશભાઇ પીઠવા, પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઇ વાઘેલા, રેખાબેન ભાવેશભાઇ પોપટ અને ધર્મિષ્ઠાબેન વિજયભાઇ ઓરીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 2460 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી