Saturday - May 16, 2026

મોરબીના મકનસર ગામે ટ્રેકટર હડફેટે યુવાનના મોતથી હોબાળો

મોરબીના મકનસર ગામે ટ્રેકટર હડફેટે યુવાનના મોતથી હોબાળો

મોરબીના મકનસર ગામે ટ્રેકટર હડફેટે યુવાનનું મોત થતા મૃતકના પરિવારજનો સહિતના લોકો ભારે રોષે ભરાયા હતા અને હોબાળો મચાવી મૃતકની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. પણ પોલીસે સમજાવટથી કામ લેતા મામલો થાળે પડ્યો હતો.

મોરબીના મકનસર ગામે પ્રકાશ ગંગારામ મકવાણા નામના યુવકનું આજે  મોત નિપજ્યા તેના પરિવારજનો ભારે રોષે ભરાયા હતા અને પરિવારજનો સહિતના લોલોએ હોબાળો મચાવી મૃતક પરિવારજનોએ પ્રકાશની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ આ બનાવમાં ટ્રેકટર ચાલકની બેદરકારીથી ટ્રેકટર પ્રકાશ પર ચડી જતા મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. આથી પરિવારજનો મૃતદેહને લઈને પોલીસ મથકે જવા રવાના થતા પોલીસે ત્રાજપર ચોકડી રોકી સમજાવ્યા હતા અને આ બનાવ અંગે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.