વાંકાનેરના સમઢીયાળા ગામે પીવાના પાણીનો સળગતો પ્રશ્ન છે. ગામલોકોને નર્મદાનું પાણી મળે છે ખરું પણ નર્મદાનું પાણી ત્રણ ચાર દિવસે જ પાણી મળે છે. એ પણ અપૂરતું પાણી મળે છે.આથી 3 હજારથી વધુની વસ્તીને પાણી પૂરું પડતું નથી. ગામલોકો એક એક બુંદ પાણી માટે તરસી રહ્યા છે અને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી નર્મદામાંથી પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગ કરાઈ છે.
વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના સરપંચ ગગજીભાઈ જેસીંગભાઇ ઓળકિયાએ જણાવ્યું હતું કે તેમનું ગામ રાજાશાહી વખત પહેલાનું ગામ છે. હાલ આ ગામની 3 હજારથી વધુની વસ્તી હોય પણ આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોય ગામમાં પિયત માટે કેનાલની સુવિધા છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, કેનાલ જ બંધ છે.કેનાલમાંથી વર્ષમાં એકવાર પણ પિયત માટે પાણી મળતું નથી. એટલે સીઝનમાં એક વખત પણ પાક લઈ શકાતો નથી.. આથી ગામમાં સારો વરસાદ પડે ત્યારે પાણી અને પાકનું ઉજળું ચિત્ર સામે આવે છે.બાકી વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે આ ગામની ખેતી કાયમી રીતે હરિભરી રહે તે માટે સિંચાઇની સુવિધા આપવાની ગ્રામજનોએ માંગ કરી છે. આ ગામમાં આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. ગામમાં 1થી8 ધોરણની સરકારી પ્રાથમિક શાળા, માત્ર 30 રોડ રસ્તા સારા અને 40 ટકા જ ભુગર્ભ ગટર સારી, આંગણવાડી, સફાઈ માટે વાહન સહિતની સુવિધા ન હોય ગ્રામ પંચાયતને જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. આ ગામથી ગારીડા, ગુદાસડા,મેસરિયા, સતાપર સહિતના ગામોના રસ્તા બહુ જ ખરાબ હોય નવા બનાવવાની માંગ છે. ખાસ તો સમઢીયાળા થી ગારીડા જવાના રસ્તાની પહેલી હરોળમાં માંગ છે