મોરબીમાં નગરપાલિકા તંત્ર મોટાભાગના વિસ્તારોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસએ આજે મોરબી: શહેરના અલગ અલગ વિસ્તારની સમસ્યાને લઈને પાલિકાને આવેદનપત્ર આપ્યું હતું અને શહેર કોંગ્રેસ અને સ્થાનિકો એ સમસ્યા નિરાકરણ માટે આવેદન આપી ભૂગર્ભ ગટર, રસ્તા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાની માંગ કરી છે. તેમ છતાં આગામી શુક્રવાર સુધીમાં સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરીમાં રામ ધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.
મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત તો આગાઉ થઈ ગઈ હોય અને ગમે ત્યારે મનપાની ચૂંટણી આવવાની હોવાથી રાજકીય પક્ષએ અત્યારથી તૈયારી કરી લીધી છે. જો કે મોરબી નગરપાલિકા ભાજપની બોડી કાર્યરત નથી અને વહીવટીદારનું શાસન છે. પણ અધિકારીઓ ધ્યાન ન આપતા સમસ્યાઓનો ઢગલો થયો છે. તેથી વિવિધ વિસ્તારોની સમસ્યાને લઈને મોરબી શહેર કોંગ્રેસની ટિમેં સ્થાનિકોને સાથે રાખીને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ અને આલાપ પાર્ક સોસાયટીના રહીશોએ આવેદન આપીને તંત્રને આડે હાથ લીધું હતું.તેમજ અલગ અલગ વિસ્તારોમાં ગટર, રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે કોંગ્રેસે તંત્ર ઉપર તડાપીટ બોલાવી હતી. જેમાં જણાવ્યું હતું કે રવાપર રોડની આલાપ સોસાયટીની થોડા દિવસ અગાઉ રજુઆત કરી છતાં આ પ્રશ્ન હલ ન થતા અંતે આજે બીજી વખત ઉગ્ર રજુઆત કરવી પડી હતી. જો કે આ સમસ્યા હલ કરવા પાંચ દિવસનો ટાઈમ આપ્યો છે. પ્રશ્નો હલ નહિ થાય તો કલેકટર, મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા જવાની ચીમકી આપી છે. પણ એ પહેલાં મોરબી નગરપાલિકાએ પ્રાથમિક સુવિધા કેમ ન આપી તે અંગે લેખિત જવાબ આપવો પફશે તો જ આગળ રજુઆત કરવા જશું એવું જણાવ્યું છે. આ ઉપરાંત આલાપ સોસાયટીમાં ગટરના પાણી તેમજ તેની આગળ નાણું આવેલું હોય એ નાલામાં બાજુની સ્કૂલમાં ભણતા બાળકો પડી જવાની ભીતિ હોય તેમજ સામાકાંઠામાં રોડ રસ્તા ભૂગર્ભ ગટરનું કામ ચાલુ ન થયું હોય એ કામ ચાલુ કરવા તેમજ શનાળા બાયપાસ ઉપર ફિદાય પાર્કમાં પાણીના પ્રશ્નની રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જે જે વિસ્તારોની સમસ્યાઓ હોય અને પાંચ દિવસમાં ઉકેલ ન આવે તો નગરપાલિકામ ઘરણા પર બેસી રામધૂન બોલાવવામાં આવી લડત ચલાવવામાં આવશે.