મોરબી નજીક કન્ટેનર ટ્રેકટર પર ફરી વળતા ટ્રેકટર ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રહેતા સુરેશભાઇ બચુભાઇ ઘાટેલીયા પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર નંબર-GJ-02-AG-0614 લઇને તેમા ટ્રોલી જોડીને જઈ રહ્યા હતા. ત્યારે કેડા કારખાના પાસે પહોંચતા પાછળથી આરોપી ટ્રક કન્ટેનર નંબર- GJ-39-T-0644નો ડ્રાઇવર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી સુરેશભાઇના હવાલાવાળા ટ્રેક્ટરની પાછળ જોડેલ ટ્રોલીમા ભટકાડતા ટ્રેક્ટર રોડમા આડુ પડી જવાથી રોડમા પડી જતા તેની માથે ટ્રક કન્ટેનરનુ ટાયર ફરી જતા માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મોત નિપજાવી પોતાના હવાલાવાળુ ટ્રક કન્ટેનર રેઢુ મુકી નાશી જતા આ બાબતે મૃતકના ભાઈ મહેશભાઇ બચુભાઇ ઘાટેલીયાએ ફરિયાદ નોંધાવી હતી.