તારીખ 21 7 2024 અને રવિવાર અષાઢ સુદ સવંત 2080 ના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ તારીખ 20 7 2024 શનિવારે અને તારીખ 21 7 2024 રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ.
જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 20 7 2024 ને શનિવારે સવારે 8:00 થી સાંજના પાંચ સુધી સંપુટ નો કાર્યક્રમ રાખેલ છે.. જે સંપુટ માં નકલંક ગૌ સેવા સંપુટ મંડળ (ખાખરાળા લીલીયા બગસરા કાંતિપુર બરવાળા પંચાસર) સભ્યશ્રીઓ તથા ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનો હાજરી આપશે.
ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે તારીખ 21 7 2024 ને રવિવારે સાંજે 4 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખેલ છે કથાનું સ્થળ:- *સત્સંગ હોલ શ્રી જોગધ્યાનપુરા આશ્રમ થાનગઢ*ખાતે રાખવામાં આવેલ છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નો પણ આયોજન રાખવામાં આવ્યું છે તારીખ 21 7 2024 ને રવિવાર સવારે 7:30 કલાકે પૂજ્ય બાપુની રથયાત્રા શ્રી રામરથ પર નીકળશે શોભાયાત્રા ની સંપૂર્ણ વ્યવસ્થા તથા પ્રસાદ વિતરણ જોગ ધુન મંડળ થાનગઢ દ્વારા કરવામાં આવ્યું છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજા પ્રસંગ તારીખ 21 7 2024 ને રવિવારે શરૂ થશે જેમાં ગુરૂ પૂજન વિધિ ટ્રસ્ટી મંડળ તથા સર્વે ગુરુ ભાઈઓ બહેનો દ્વારા સવારે 9:00 કલાકે થશે ધ્વજા આરોહણ વિધિ રવિવારે સવારે 10:00 કલાકે થશે ગુરુ મહાપ્રસાદ 2024 રવિવારે બપોરે 12:00 કલાકે રાખવામાં આવેલ છે.. આ ગુરુપૂર્ણિમા નિમિત્તે નિસર્ક સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ 21 7 2024 સમય 9 થી 1:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
આ ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 21 7 2024 સમય સવારે ૯ થી ૧:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે નિદાન કેમ્પના આયોજક મોગલ કૃપા સેવા ટ્રસ્ટ ચોટીલા જોગ ધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ તથા સિનર્જી હોસ્પિટલ રાજકોટ દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે..
ગુરુપૂર્ણિમા નિમિત્તે તારીખ 20 7 2024 શનિવારે રાત્રે ભજન સંધ્યા પણ રાખેલી છે જેમાં કલાકાર નિલેશભાઈ ગઢવી અપેક્ષાબેન પંડ્યા તથા પિયુષ મહારાજ આ ભજન સંધ્યામાં પોતાની વાણીમાં લોકોને આધ્યાત્મિક કરશે..
આપ જાણો છો તેમ જોગ આશ્રમ ટ્રસ્ટ (થાનગઢ)દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે આશ્રમમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં મળેલ તમામ સમાજ તરફથી મળેલા ટેકાના અમે ઋણી છીએ તેમ કાર્યક્રમના સંચાલકો ચેતનભાઇ ઠક્કર અને કલ્પેશભાઈ ત્રિવેદીએ તમામ નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું.