Monday - Sep 16, 2024

વાંકાનેરના ભોજપરામા મંદિરના જુના ઝઘડા મામલે બે પરિવાર વચ્ચે મારામારી

વાંકાનેરના ભોજપરામા મંદિરના જુના ઝઘડા મામલે બે પરિવાર વચ્ચે મારામારી

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા બે પરિવારો વચ્ચે માતાજીના મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાના ખારમાં ફરી ડખ્ખો થતા બન્ને પક્ષે પાઇપ, લાકડી, લોખંડના સળિયા અને કુહાડી વડે એકબીજા ઉપર હુમલો કરાતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેરના ભોજપરા ખાતે વાદી વસાહતમાં રહેતા વિજયનાથ પોપટનાથ બામણીયાએ સામાપક્ષના બહાદુરનાથ સુરમનાથ પરમાર, જલાનાથ બોળાનાથ પરમાર , જાનનાથ સુરમનાથ પરમાર,  રોબરનાથ સુરમનાથ પરમાર, કરશનનાથ પોપટનાથ પરમાર અને પોપટનાથ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો આરોપીઓ સાથે જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી ગાળો આપતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ લોખંડના સળીયા વડે કપાળના ભાગે ઇજા કરી ઢીકાપાટુનો શરીરે મુંઢમાર મારી મારતા ફરિયાદ નોંધાવી હતી.

સામાપક્ષે જોગનાથ કાળુનાથ પરમાર, ઉ.વ. ૬૦, રહે. વાદી-ભોજપરા વાળાએ આરોપી મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા, ધરમનાથ ભોટનાથ બાભણીયા, કેશનાથ કાનનાથ બાભણીયા, કરશનનાથ કાનનાથ બાભણીયા, ભુપતનાથ મીરખાન બાભણીયા, ગોરખનાથ કાનનાથ બાભણીયા, રમતુનાથ ગોરખનાથ બાભણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે માતાજીનાં મંદીર બાબતનો અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ લાકડી વડે ફરીયાદીને માથાના ભાગે તેમજ લોખડના પાઇપ વતી ડાબા પગના નળા ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી હતી તેમજ આરોપીઓએ ઇજાપામનાર સાહેદોને લાકડી તથા લોખડના પાઇપ તથા કુહાડી વડે માર મારી શરીરે મુઢ ઇજા કરી સાહેદ ઝવેરનાથનને માથાના ભાગે ભંયકર હથીયાર વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.