મોરબી :- વાંકાનેર ખાતે આજ રોજ ભારતીય કિસાન સંઘની બેઠક થયેલ, જેમાં ભારતીય કિસાન સંઘ ગાંધીનગર થી પ્રદેશ કારોબારીના સદસ્ય શ્રી ભીખાભાઈ પટેલ અને મોરબી જિલ્લા ટિમ ના પ્રતિનિધિ જીલેશભાઈ કાલરીયા, બાબુલાલ સીણોજીયા, નાથાલાલા ઢેઢી, ઉસ્માનભાઈ સેરસિયા, હુસેનભાઈ સેરસિયા, જોડાયા હતા તેમના દ્વારા આજ રોજ ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકા ટીમ ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા, ઉપ પ્રમુખ નુરમામદભાઈ બુરીયા, નુરમામદ ભાઈ ખોરાજીયા, તેમજ મંત્રી ભુપેન્દ્રસિંહ ઝાલા, ની સર્વાનુ મતે વરણી કરવામાં આવી જયારે જીલેશભાઈ એ ખેડૂત ને પડતી મુશ્કેલી ની વિસ્તૃત ચર્ચા કરી ને ખેડૂત ને માહિતગાર કર્યા હતા અને ખેડૂતો નું સંગઠન મજબૂત કરવાની હાકલ કરી હતી.