Saturday - Jun 27, 2026

આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મ દિવસ.

આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મ દિવસ.

ગાંધીનગર :- ગુજરાતના કેપિટલ સિટીથી લઈને એજ્યુકેશન સિટી તરીકે દેશમાં પ્રખ્યાત મહાનગરોની સાથે પાટનગર ગાંધીનગર પણ વિકાસમાં અગ્રેસર, આજે ગુજરાતના ગાંધીનગરનો 61મોં જન્મ દિવસ છે. ગાંધીનગરની સ્થાપના 2 ઑગસ્ટ 1965ના દિવસે થઇ હતી, ગાંધીનગર રાજ્યના કેપિટલ સિટી, ગ્રીન  સીટી, ક્લીન સિટી, ટ્વીન સીટી, પોલિટિકલ સિટી, તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. એની સાથે સુંદર માર્ગો, બાગ બગીચાઓ, કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ વાંચનાલયો ધરાવતા પાટનગરને રાજ્યના અન્ય શહેરો માટે આદર્શ બનાવાની સાથે આજે પાટનગર ગાંધીનગરે 60 વર્ષ પૂર્ણ કર્યા છે.

આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મ દિવસ.

ચંડીગઢ બાદ બીજા સ્થાને આયોજન બંધ શહેર તરીકે પ્રખ્યાત.

ઈ.સ. 1965માં અમદાવાદ અને મેહસાણા જિલ્લામાંથી ગાંધીનગરની રચના કરવામાં આવી હતી, ગાંધીનગરનું નિર્માણ ફ્રેન્ચ આર્કીટેક લા - કાર્બુઝિયર દ્વારા પંજાબના ચંડીગઢ મુજબ થઈ પછી તે બીજા સ્થાને આયોજન બંધ શહેર તરીકે પ્રખ્યાત થયું.

1971માં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડાયું.

ઈ.સ. 1971માં હિતેન્દ્રભાઇ દેસાઈના મુખ્યમંત્રી પદ હેઠળ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું,

આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મ દિવસ.

ગાંધીનગરની અત્યારે આગવી ઓળખ ગિફ્ટ સિટી.

મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લામાં આકારિત થઇ રહ્યો છે જેમાં મહાત્મા મંદિર નિર્માણ થઇ ચૂક્યું છે અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગર નવી ઓળખ બની છે.

આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મ દિવસ.