Saturday - Jun 27, 2026

મોરબીના બીજા આઇકોનિક રોડને મંજૂરી.

મોરબીના બીજા આઇકોનિક રોડને મંજૂરી.

એસ.પી. ચોકડીથી આલાપાર્ક સુધીનો રોડ આઇકોનિક બનશે.

મોરબી:- ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 5.57 કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી બાદ મોરબીમાં રવાપરના એસ.પી.ચોકડીથી આલાપાર્ક સુધીના આઇકોનિક સીસી રોડ માટે મંજૂરી આપવામાં આવી છે.

   મોરબી મહાનગરપાલિકાની સિવિલ અને સીટી બ્યુટીફિકેશન શાખા દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર હાલમાં રવાપરના એસ.પી. રોડ પરની સોસાયટીઓના રહેવાસીઓ અને આસપાસની અન્ય સોસાયટીઓને કેનાલ રોડથી લીલાપર રોડ સુધી જવા માટે વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ પાર્ક થઈને લીલાપર રોડ સુધીનો માત્ર એક જ રસ્તો હોવાથી જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ સમસ્યાના નિરાકરણ માટે એસ.પી. ચોકડીથી આલાપાર્ક સુધી આઇકોનિક સીસી રોડ બનાવવા માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. જેને મંજૂરી મળી છે આ નવા આઇકોનિક રોડમાં એક મીટરના ડિવાઇડર સાથે આઇકોનિક સ્ટ્રીટ લાઈટ પોલ અને બંને બાજુ લગભગ 7 મીટરનો કેરેઝ વે સ્ટ્રોમ વોટર લાઈન અને બંને બાજુ લગભગ 1.5 મીટર ના ફૂટપાથ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

   મોરબી મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નવો રોડ બનવાથી રવાપર વિસ્તાર અને એસ.પી. રોડના રહેવાસીઓ તેમજ આસપાસની તમામ સોસાયટીઓની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર એવો ઘટાડો થશે આમ આ યોજનાથી શહેરીજનોને નવી સુવિધા મળશે તેમજ સમયનો પણ બચાવ થશે. તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.