Saturday - Jun 27, 2026

શહેરી વિકાસના 20 વર્ષ આ અંગે મોરબી મનપા દ્વારા આજે કાર્યક્રમ યોજાશે.

શહેરી વિકાસના 20 વર્ષ આ અંગે મોરબી મનપા દ્વારા આજે કાર્યક્રમ યોજાશે.

મોરબી:- નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા શહેરી વિકાસ વર્ષના 20 મા વર્ષે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંખ્યાબંધ કાર્યો નું વર્ચ્યુઅલ ખાતમુહર્ત અને લોકાર્પણ થશે. જેમ આગામી સમયમાં મોરબીની ઝાંખી જોવા પધારવા મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી મહાનગરપાલિકા દ્વારા સૌને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીનો આગામી ચિતાર કેવો હશે તે જોવા ખાસ આમંત્રણ.

   આ કાર્યક્રમ આજે મોરબી શકત શનાળા સ્થિત પટેલ સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યો છે. આ સમારોહમાં સંસદ સભ્યો પરસોતમ રૂપાલા, વિનોદ ચાવડા, રાજ્ય સભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા સાથે કલેકટર કે.બી. ઝવેરી મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે, આ સમારોહમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થશે જેમાં આગામી સમયના મોરબીનો ચિત્તાર કેવો હશે એ જાણવા મોરબીના નગરજનોને આ સમારોહમાં પધારવા માટે ખાસ આગ્રહ સભર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.