Saturday - Jun 27, 2026

કન્યા છાત્રાલય રોડ ઉપર બે બિલ્ડીંગ સીલ કરતું મહાનગરપાલિકા.

કન્યા છાત્રાલય રોડ ઉપર બે બિલ્ડીંગ સીલ કરતું મહાનગરપાલિકા.

મોરબી:- કન્યા છાત્રાલય રોડ ઉપર મોરબી મહાનગરપાલિકા દ્વારા બે બિલ્ડિંગો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે ત્યાં નોટિસ લગાવી સીલ ન તોડવાનો આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે.
    આ અંગે ટાઉન પ્લાનિંગ શાખાના જુનિયર નગર નિયોજક શુભમ પટેલે જણાવ્યું હતું કે કન્યા છાત્રાલય રોડ ઉપર પવનસુત ડેવલપર્સ દ્વારા બે એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે તેઓએ આ અંગે બાંધકામની મંજૂરી લીધી ન હતી. આ સાથે તેઓએ માર્જિનની જગ્યા પણ છોડી ન હતી, અગાઉ પણ તેમને નોટિસો આપવામાં આવી હતી. બાદમાં ત્રણ દિવસ અગાઉ સીલની કાર્યવાહી માટે પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે આ બે બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે.