મોરબી:- મોરબીમાં આજે ઠેર ઠેર જગ્યાએ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા 158 માં 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રભાત ફેરીના કાર્યક્રમો રંગારંગ આયોજન થયું હતું જેમાં ધ્વજવંદનના કાર્યક્રમમા ફ્લોરા 158 ના નાના મોટા બાળકોએ દેશભક્તિ આધારિત સ્પીચ આપી અને દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમમો રજૂ કર્યા હતા ત્યારબાદ ફ્લોરા 158 ના તમામ રહેવાસીઓ દ્વારા સુંદર મજાનું નાસ્તા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ રમતગમત નું પણ આયોજન કર્યું હતું જેમાં વિજેતા થનારને પારિતોષિત થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફ્લોરા 158 ના પ્રમુખ નિમેશભાઈ જીવાણી તથા કમિટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી.