Friday - Jul 17, 2026

મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વાંકાનેર ખાતે યોજાયો...

મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વાંકાનેર ખાતે યોજાયો...

મોરબી જિલ્લા કક્ષાનો 76 મો પ્રજાસત્તાક પર્વ આજે વાંકાનેર ખાતે અમરસિંહજી હાઇસ્કુલમાં યોજાયો હતો, જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે બી ઝવેરી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, અને દેશના શહિદ ક્રાંતિવીરો મહાનુભાવો સૈનિકો અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને તેમને લોકોને દેશ પ્રત્યે વફાદાર નીડર બની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી, આ કાર્યક્રમના અનુસંધાને વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા જેમાં ગરબા યોગા દેશભક્તિને તરબોળ કરતા ગીતો વગેરે, અને આ તકે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવો અને જિલ્લામાં જેમને શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેવા અધિકારીઓને કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત મહાનુભાવો એ વૃક્ષારોપણ પણ કર્યું હતું, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા અને વાંકાનેર કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાયબ વન સરક્ષણ ચિરાગ અમીન નિવાસી અધિક કલેકટર એસ જે ખાચર અને મોટી સંખ્યામાં અગ્રણીઓ જિલ્લાના પદાધીકારીઓ પોલીસ જવાનો તેમજ જિલ્લા તેમજ વાંકાનેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વાંકાનેર ખાતે યોજાયો...
મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વાંકાનેર ખાતે યોજાયો...
મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ વાંકાનેર ખાતે યોજાયો...