Friday - Jul 17, 2026

મોરબી તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિવસ ભરતનગર ગામે યોજાયો.

મોરબી તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિવસ ભરતનગર ગામે યોજાયો.

મોરબી:- આજે ભરતનગર ગામે મોરબી તાલુકા નો 76 મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ 76માં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રાંત અધિકારી મોરબી સુશીલકુમાર પરમાર રહ્યા, 76માં પ્રજાસત્તાક દિવસનો ધ્વજવંદનનો કાર્યક્રમ ભરતનગર ગામના રામજી મંદિરના ચોકમાં રાખવામાં આવ્યો હતો આ ધ્વજવંદન પ્રાંત અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મામલતદાર, તેમજ વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, અને આ તકે ભરતનગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરતનગર ગામના જીપીએસસી પાસ થયેલ વિદ્યાર્થી રવિ કુમાર રાવલ તથા વિનોદભાઈ ગોધાણી તેમજ ભરતનગર ગામના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના વિવિધ ડીપાર્ટમેન્ટ ના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરતનગર પ્રાથમિક શાળાને ઉંચ ગુણવત્તા શિક્ષણ બદલ સન્માનિત કરવામાં આવેલ હતી અને ભરતનગર પીએસસી સેન્ટર અને એનક્યુએસ એવોર્ડ બદલ સન્માનિત કરવામાં આવેલ ભરતનગર ગામના શિક્ષક દલસાણીયા સાહેબનું પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ભરતનગર ગામના તલાટી મંત્રી વિમલ નેસડીયા ને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું,અને તેમજ વિશેષ ભરતનગર ગામની લાઇબ્રેરીને ભરતનગર ગામના યુવાનો માટે જીપીએસસી ની તૈયારી માટે 160 થી વધુ પુસ્તકો આપનાર દાતા સહકારી અગ્રણી નવીનભાઈ ફેફર તેમજ સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટિયા નું પ્રાંત અધિકારીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિવસ ભરતનગર ગામે યોજાયો.
મોરબી તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિવસ ભરતનગર ગામે યોજાયો.