Wednesday - Oct 07, 2026

મોરબીમાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિએ ‘સેવા જ્યોતિ યાત્રા’ નીકળી

મોરબીમાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિએ  ‘સેવા જ્યોતિ યાત્રા’ નીકળી

સનાળા પટેલ સમાજવાડીથી ભક્તિનગર સર્કલ સુધી મશાલ સાથે યાત્રામાં નાગરિકો, યુવાનો અને પ્રબુદ્ધજનો જોડાયા

મોરબી :  સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે મોરબી જિલ્લામાં સનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. જિલ્લા પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ બાદ ‘સેવા જ્યોતિ યાત્રા’ કાઢવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. સંદેશ બાદ મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે ‘સંકલ્પ પ્રતિજ્ઞા’ લીધી હતી. આ પ્રસંગે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ચેકનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રી સહિતના મહાનુભાવોએ જ્વલંત મશાલ સાથે ‘સેવા જ્યોતિ યાત્રા’ને પટેલ સમાજવાડી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

મોરબીમાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિએ  ‘સેવા જ્યોતિ યાત્રા’ નીકળી
મોરબીમાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિએ  ‘સેવા જ્યોતિ યાત્રા’ નીકળી
મોરબીમાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિએ  ‘સેવા જ્યોતિ યાત્રા’ નીકળી
મોરબીમાં સેવા સંકલ્પ અભિયાનની પૂર્ણાહુતિએ  ‘સેવા જ્યોતિ યાત્રા’ નીકળી

દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારો સાથે મશાલ યાત્રા પટેલ સમાજવાડીથી ભક્તિનગર સર્કલ સુધી પહોંચી હતી. યાત્રામાં મોરબી જિલ્લાના નાગરિકો, યુવાનો અને પ્રબુદ્ધજનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, અગ્રણી જયંતિભાઈ પટેલ સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.