Sunday - Jul 05, 2026

RPL સીઝન-2ની રોમાંચક ફાઈનલમાં 'ટાઈટન્સ' ચેમ્પિયન, ગ્લેડીયેટર્સનો 64 રને પરાજય

RPL સીઝન-2ની રોમાંચક ફાઈનલમાં 'ટાઈટન્સ' ચેમ્પિયન, ગ્લેડીયેટર્સનો 64 રને પરાજય

ટાઈટન્સના કેપ્ટન ડેનિલ મેન ઓફ ધ મેચ જાહેર:SGFI નેશનલ પ્લેયર શ્રેવેશ શર્માનું વિશેષ સન્માન

RPL સીઝન-2ની રોમાંચક ફાઈનલમાં 'ટાઈટન્સ' ચેમ્પિયન, ગ્લેડીયેટર્સનો 64 રને પરાજય

ટાઈટન્સના કેપ્ટન ડેનિલ મેન ઓફ ધ મેચ જાહેર:SGFI નેશનલ પ્લેયર શ્રેવેશ શર્માનું વિશેષ સન્માનમોરબ:​ધી રોર ક્રિકેટ ક્લબ (TRCC), મોરબી-2 દ્વારા આયોજિત અને આરબી ન્યૂઝ દ્વારા સપોર્ટેડ રોર પ્રીમિયર લીગ (RPL) સીઝન-2 નું શાનદાર સમાપન થયું છે. ક્રિકેટ રસિયાઓ અને વાલીઓની ભીડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં TRCC ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગ્લેડીયેટર્સને 64 રનથી હરાવીને ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

RPL સીઝન-2ની રોમાંચક ફાઈનલમાં 'ટાઈટન્સ' ચેમ્પિયન, ગ્લેડીયેટર્સનો 64 રને પરાજય
RPL સીઝન-2ની રોમાંચક ફાઈનલમાં 'ટાઈટન્સ' ચેમ્પિયન, ગ્લેડીયેટર્સનો 64 રને પરાજય

ફાઈનલ મેચ બાદ યોજાયેલા ભવ્ય ઈનામ વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ ગામી (ડાયરેક્ટર, વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ એનાયત કર્યા હતા. પોતાના સંબોધનમાં જયેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, "ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીના બાળકોને એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, જ્યાં ખેલાડીઓ પોતાની સુષુપ્ત પ્રતિભાને નિખારી રહ્યા છે."

​રાષ્ટ્રીય સ્તરના ખેલાડીનું સન્માન
ક્લબના ડાયરેક્ટર ડો. અલી ખાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા આયોજિત નેશનલ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામેલા એકમાત્ર ખેલાડી અને CBSE ટીમ ઈન્ડિયા તરફથી રમનાર ક્લબના સ્ટાર પ્લેયર શ્રેવેશ શર્મા તાજેતરમાં જ પરત ફર્યા છે. ફાઈનલ મેચ પૂર્વે શ્રેવેશ અને તેમના પરિવારનું ક્લબ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

​ટુર્નામેન્ટના સ્ટાર પરફોર્મર્સ
ફાઈનલ મેચમાં ટાઇટન્સના કેપ્ટન ડેનિલ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 'મેન ઓફ ધ મેચ' જાહેર થયા હતા. આખી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:
​પ્લેયર ઓફ ધ સિરીઝ: હર્ષલ
​બેસ્ટ બેટ્સમેન: જયરાજસિંહ ઝાલા (સેકન્ડ બેસ્ટ: સ્મિથ ખોડિયાર)
​બેસ્ટ બોલર: બંસી મારુ (સેકન્ડ બેસ્ટ: આરવ)
​બેસ્ટ ફિલ્ડર: સોમયરાજ સિંહ ઝાલા
​બેસ્ટ વિકેટકીપર: મયુર ઝાલા
​બેસ્ટ ટીમ મેન્ટર: અંશ ભાકર

કાર્યક્રમના અંતે ક્લબના પ્રમુખ શ્રી રાજકુમાર શર્માએ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને દર્શકોનો આભાર માન્યો હતો.

આ તકે ક્લબના મુખ્ય કોચ મનદીપ સિંહે જાહેરાત કરી હતી કે ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે ક્લબ દ્વારા આગામી એપ્રિલ માસમાં ઈન્ટરસિટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.