Sunday - May 03, 2026

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારોની નિમણૂક

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારોની નિમણૂક

મોરબી : આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમ ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા તથા કૈલાશદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સાથે વિચાર વિમર્શ કરી આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લામાં મજબૂત બને એ માટે મોરબી જિલ્લા ઉપપ્રમુખ, મહામંત્રી, યુવા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને શહેર ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.
 
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારોની નિમણૂક

જેમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતિભાઈ મગુનીયાની નિમણૂક કરાઈ છે. દિવ્યેશભાઈ મગુનીયા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ રહી ચુક્યા છે મોરબી જિલ્લા મહામંત્રી તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતીયાની નિમણૂક કરાઈ છે. રમેશભાઈ સદાતીયા મોરબી તાલુકાના યુવા પ્રમુખની જવાબદારી નીભાવી હતી અને હાલ મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખની જવાબદારી નીભાવી રહ્યા હતા. મોરબી જિલ્લા યુવા પ્રમુખ તરીકે યુવા ચહેરો દલસુખભાઈ કેશવભાઈ વડગાસીયાની નિમણૂક કરાઈ છે. તથા મોરબી તાલુકા પ્રમુખ તરીકે યુવા અને મહેનતુ ચહેરો જલ્પેશભાઈ વિનોદભાઈ ઘોડાસરાની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ પલવરાય હર્ષદરાય રાવલને મોરબી શહેર ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારોની નિમણૂક