Sunday - May 03, 2026

અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે મોરબી કોંગ્રેસે આવેદન આપ્યું

અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે મોરબી કોંગ્રેસે આવેદન આપ્યું

મોરબી : ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા વિવાદાસ્પદ વિધાનને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.  ગૃહ મંત્રીએ ડો આંબેડકર જેવા મહાપુરુષ વિશે અપમાન જનક નિવેદન કર્યું હોય તે બદલ ગૃહમંત્રી માફી માંગે તેવી માંગ કરી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આવેદન આપતા જણાવ્યું હતું કે, ડો.બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ નહિ વિરલ વ્યક્તિત્વ છે. ત્યારે આવા મહાપુરુષ વિશે દેશના સર્વોચ્ચ ગૃહની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગેરવાજબી ટિપ્પણીઓ કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને રાજયપાલને રજુઆત કરવામાં આવી છે કે દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપવુ જોઈએ અથવા માફી માંગવી જોઈએ તેવી માંગ કરી છે.

અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે મોરબી કોંગ્રેસે આવેદન આપ્યું