Sunday - May 03, 2026

મોરબીના સોનાપુરી સ્મશાનમાં ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત ભઠ્ઠીમાં ૯૦૦૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ૯ લાખ ટન લાકડા કપાતા બચ્યા

મોરબીના સોનાપુરી સ્મશાનમાં ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત ભઠ્ઠીમાં ૯૦૦૦ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી ૯ લાખ ટન લાકડા કપાતા બચ્યા

લાકડાથી અગ્નિદાહ આપવાની પારંપરિક વર્ષો જૂની પ્રણાલીકાને ત્યાગી અને ઈલેક્ટ્રીક સ્મશાનની સ્થાપના કરવી તે એ સમયનો ક્રાંતિકારી વિચાર હતો.ત્યારે ૨ થી ૩ વખત આયોજનનો પ્રયાસ થયો હતો, પરંતુ એક યા બીજા કારણો વસાત આગળ કાર્યવાહી થઈ શકી ન હતી.ત્યારે  શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લીલાપર રોડ પર આવેલ ગેસ આધારિત સ્મશાન ગૃહની ૨૧ વર્ષની લાંબી સફર પૂર્ણ થઈ છે. ઇલેક્ટ્રિક સ્મશાન ની જરૂરિયાત પાછળનું સબળ કારણ માત્રને માત્ર એક જ હતું કે પર્યાવરણની રક્ષા કરવી તે માટે બને એટલો પ્રયત્ન કરવો, સ્વ. મનુભાઈ પટેલ અને ભરતભાઈ કારિયા અને ચંદ્રકાન્ત દફતરી આ વિચાર ને લઈ અને રાજકોટ અને આજુબાજુ ના વિદ્યુત સ્મશાન ની મુલાકાત લઈ અને મોરબી શહેર ના તમામ જ્ઞાતિ ના વડીલો સાથે મિટિંગ કરી અને શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને વિદ્યુત સ્મશાન ની કાર્યવાહી આગળ વધારી હતી.

ચંદ્રકાન્ત દફ્તરી જણાવે છે કે, જમીન, ભઠી, અને બાંધકામ વિગેરેના નાના મોટા વિઘ્નોમાંથી પસાર થઈ મોરબીને એક વિદ્યુત સ્મશાન અર્પણ કરી શક્યા. એક બોડીને અગ્નિદાહ દેવા માટે ઓછામાં ઓછા ૧૦૦ કિલો લાકડાની જરૂર પડે એ જોતા નવલાખ કિલો લાકડાનો આપણે બચાવ કરી શક્યા છીએ તે એક સંતોષ પ્રેરે તેવી ઘટના છે, પ્રથમ ચારથી પાંચ વર્ષ આપણને સમગ્ર જનતાને સમજાવતા વાર લાગી હતી ત્યારે આપણને પૂરતા પ્રમાણમાં જનતાનો સહયોગ પ્રાપ્ત થતો ન હતો પરંતુ આજના સમય માં આપણે બીજી ભઠ્ઠી પણ કરવી પડી તે સમાજની જાગૃતિ બતાવે છે, ૧૦ વર્ષથી આપણે ઇલેક્ટ્રિક માંથી ગેસ આધારિત સ્મશાન કરી અને વીજળીનો પણ બચાવ કરી શક્યા છીએ,

જ્યારે સ્મશાન બનાવવાનો વિચાર અમલમાં મુકવાનો સમય આવ્યો ત્યારે રાજકોટના સ્ટાર આર્કિટેકના સુરેશભાઈ સંઘવીનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવી અને આપણે આ ઇમારત બનાવી શક્યા આજે બે દાયકા થઈ ગયા છતાં એવું જ લાગે કે હમણાં જ આ બિલ્ડીંગ બનાવવામાં આવેલા છે અને લાગે છે કે રીપેરીંગ નો એક પણ પૈસો ખર્ચ કરવામાં આવ્યો નથી આવું સુંદર બાંધકામ પણ આપણને પુણ્ય યોગ્ય પ્રાપ્ત થયું રીપેરીંગના ખર્ચને તો સૌ કોઈ પહોંચી શકે પરંતુ તેની પાછળ સમયની બરબાદી અને આવા જવાનો સમય કોઈની પાસે હોય નહીં જે આવી સુંદર ઇમારત બનવાથી આપણે બચાવી શક્યા, બે દાયકાની અંદર અંદાજે નવલાખથી વધુ લોકો આ સ્મશાનની અંદરમાં પોતાના સ્વજનને અંતિમ દર્શન કરવા આવી ચૂક્યા હશે, છતાં પણ આંખે ઉડી વળગે એવી વાત એ છે કે કેટલી સુંદર સાફ-સફાઈ, નીરવ શાંતિ, કોઈપણ જાતની સગા સંબંધીઓ દ્વારા કોઈ ફરિયાદ નહીં, આ બધું લોક સેવાને વરેલા ટ્રસ્ટીઓના સદભાગ્યથી આપણે જોઈ શક્યા છીએ.

ટ્રસ્ટીઓનું અનેરું યોગદાન

આજના જમાનામાં સમયનું દાન આપવું તે ખૂબ જ મોટી વાત ગણી શકાય.
એક અવાજે કહી શકીએ કે, અને ગર્વથી કહી શકીએ કે ભરતભાઈ કાંતિલાલ કારિયા જે રીતે આ સ્મશાનની અંદરમાં જીણામાં ઝીણી વસ્તુઓમાં ઓતપ્રોત થઈ ગયા અને રોજ સવારે હાજરી આપવી, કર્મચારીઓની સાથે વાટાઘાટો કરવી, ડ્રાયવરો સાથે તાલ મેળ કરવો અવસાન થયુ હોઈ તેમના સ્વજનોના ફોનના જવાબ આપવા તેમને જણાવેલ સમયે અંતિમ યાત્રા બસનું આયોજન ડ્રાયવર સાથે ફોલોઅપ લઈ ને કરવું,એટલું જ નહીં પરંતુ સ્મશાનની અંદરમાં માં મેલડી ની કૃપા હોવી જોઈએ તેવી તેમની અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખી અને એક ભવ્ય મંદિરનું પણ સ્થાપન કરવામાં આવ્યું  આ બધું કાર્ય સમયનો ભોગ આપ્યા સિવાય થાય જ નહીં, ભરતભાઈ એ અને સર્વે ટ્રસ્ટીઓ એ આ સંસ્થાને જે પાણી સિંચી અને છોડમાંથી મોટો વડલો બનાવ્યો છે.

હમણાં અંતિમયાત્રાની બસ દાનમાં મળી

તાજેતરમાં સંસ્થાના કાર્યમાં યસ કલગીનું વધુ એક છોગું પણ ઉમેરાયુ અંતિમયાત્રા બસ રૂપિયા ૨૧ લાખ ની તે પણ એક દાતા પાસેથી મેળવી અને તે દાતા ને પ્રેરણા આપી અને ભરતભાઈ એ નોંધનીય કાર્ય કરેલ છે આ અંતિમ યાત્રા બસના દાતાશ્રી દિનેશભાઇ હસુભાઈ મહેતા ડી મહેતા એન્ડ કંપની મોરબી વાળા  એ સમાજને ઉપયોગી એવું ઉદાહરણ રૂપ પગલું લઈ અને સમાજ સેવા નું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કરેલ છે

સ્ટાફને રહેવા માટે ક્વાર્ટર બનાવાયા

સમય જતા સ્ટાફને રહેવા માટેની જરૂરિયાત ઊભી થતા સમગ્ર ટ્રસ્ટીઓનો એક જ વિચાર હતો કે સ્ટાફને રહેવા માટે બે ક્વાર્ટર બનાવવા અને એક ઓફિસ બનાવવી અને સંસ્થા નો રેકોર્ડ સચવાય તે બિલ્ડીંગ પણ ભવ્ય રીતે પૂર્ણ થવા આવ્યું છે તે બિલ્ડીંગના મુખ્ય દાતા તરીકે ટ્રસ્ટી દિલુભા જાડેજાના પ્રયત્ન થી સ્વ. ઉદયસિંહજી જાડેજા પરિવાર દ્વારા 25 લાખ જેવી માતબર રકમ આપી ઉદારતા દાખવી હતી.

પશુ-પંખીઓની સેવા

આ ટ્રસ્ટ દ્વારા દરરોજ કુતરાઓ ને ૧૦ કિલો લોટ ની રોટલી બનાવી અને આપવામાં આવે છે તેમજ મોરબી શહેર ની જનતા ને કદાચ માહિતી ન હોઈ કે ગ્રીનચોક માં આવેલ ગ્રીન હોટેલ ઉપર વર્ષો થી હજારો પોપટ શિંગના દાણા ચણવા માટે સવારે આવે છે તેમાં પણ દર મહિને ૧૦૦ કિલો ચણ શીંગ દાણા ની આપવા માં આવે છે
આ ઉપરાંત રોજ ૨૦ કિલો ચણ સ્મશાન ની છત ઉપર નાખવા માં આવે છે. આ પશુ પંખી ની સેવા નો ખર્ચ અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ આવેલ સગા સબંધીઓ જે દાન આપે છે તેમાંથી કરવા માં આવે છે, દરેક સગા સબંધીઓ સ્વર્ગસ્થ ની યાદ માં જે ધર્માદો કરે છે તે રકમ પશુ પંખી માટે વપરાય છે.