Monday - Jun 29, 2026

મોરબીના બાળ કલાકાર મીરા દવેએ લોકડાયરામાં ભજનોની રમઝટ બોલાવી

મોરબીના બાળ કલાકાર  મીરા દવેએ લોકડાયરામાં ભજનોની રમઝટ બોલાવી

મોરબીના બાળ કલાકાર  મીરા દવેએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર આયોજિત લોકડાયરાના કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે  ભજનની રમઝટ બોલાવી હતી.

મોરબીના રવાપર  ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે  કર્તવ્ય જીવ દયા કેન્દ્ર આયોજિતા નંદી ઘર નિર્માણના લાભાર્થે ગુજરાતના  પ્રસિદ્ધ  સુર સમ્રાટ  કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર)ગીર ,મિલન પટેલ (ભજનિક) ,જેવા કલાકારો ની સાથે મોરબીની દીકરી  મીરા કૃષ્ણચંદ્ર દવેએ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી  ભારે જનમેદની વચ્ચે   ભજનની રમઝટ બોલાવી લોકોને મંત્ર મુગ્ધ  કર્યાં હતાં.લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.