Saturday - Oct 03, 2026

હળવદના ચુપણી નજીક જુગાર રમતા ત્રણ ઝબ્બે

હળવદના ચુપણી નજીક જુગાર રમતા ત્રણ ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચુપણી ગામથી ખેતરડી ગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રઘુભાઈ કમાભાઈ કોળી, હરેશભાઇ સોમાભાઈ ઉઘરેજા અને આરોપી હરેશભાઇ ચંદુભાઈ પાટડીયાને રોકડા રૂપિયા 2010 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.