Thursday - Aug 20, 2026

મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વજેપર વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી એજાજ ઉર્ફે પીંગો અનવરભાઈ ભલુર, વિજય મનોજભાઈ મકવાણા અને આરોપી અશ્વિન ટીડાભાઈ ખુંગા રહે.ત્રણેય વજેપર, મોરબી વાળાઓને રોકડા રૂપિયા 10,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.