મોરબી : મોરબીની ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા વેપારી યુવાને પોતાના ફ્લેટ અને કારના હપ્તા ચડી ગયા હોવાથી તે રકમ ભરવા માટે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે મોટી રકમનું વ્યાજ ચૂકવામાં આવતું હતું તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતાં જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચેના ભાગમાં આવેલ ન્યુ ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજભાઇ લોહાણા, દેવ લોહાણા, હિમેશભાઈ ખમીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ, સઇદ અકરમ કાદરી, મહારાજ અને અફ્રીદ શેખ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે ફરિયાદી યુવાનને તેના ફ્લેટ અને વેન્યુ ગાડીના હપ્તા ભરવા માટે થઈને રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાયો હતો જેથી તેની પાસેથી કાર અને સ્કૂટર પણ વ્યાજખોરોએ પડાવી લીધા હતા .જેથી ભોગ બનેલા યુવાને કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ કરી હતી.આ ગુનામાં પહેલા પોલીસે 6 આરોપીઓને પકડ્યા હતા અને આ ગુનામાં પીએસઆઇ સી.એમ. કરકર અને તેની ટીમેં આરોપી જયરાજ વિજયભાઈ પંડિત, દેવ દીપકભાઈ પંડિત અને વિશાલ દિનેશભાઈ મેઢાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.