Friday - Jun 12, 2026

મોરબીમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ

મોરબીમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ

મોરબી : મોરબીમાં વર્ષ 2014માં એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોકસો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનારને રૂ.4.25 લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

મોરબીમાં સગીરાને અરવિંદ ઠાકરશીભાઈ આત્રેશા નામનો શખ્સ 4/06/2014ના રોજ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તા.11/06/2014ના રોજ આરોપી તથા ભોગ બનનાર મળી આવતા ભોગ બનનારના નિવેદન મુજબ આરોપીએ વારંવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરી હોવાનું ખુલ્યું હતું. આરોપીએ હળવદ રોડ ઉપર સીમમાં અને ત્યાથી ભગાડી મહારાષ્ટ્રના કનડ ગામે લઈ જઈ ત્યા પણ જાતીય સતામણી કર્યાનું સગીરાએ જણાવ્યું હતું. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ મોરબી પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના, 2019ના નિયમો અનુસાર ભોગ બનનારને રૂ.4 લાખ તેમજ આરોપી જે દંડ ભરે તે રૂ.25 હજાર મળી કુલ રૂ.4.25 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.