મોરબીના અત્યંત વૈભવી વિસ્તાર ગણાતા એસપી રોડ ઉપર છેલ્લા 2 દિવસથી અન્ય રાજ્યના 3 શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડ્યા છે. આ ત્રણ શખ્સો જે રીતે આ વૈભવી વિસ્તારમાં આંટાફેરા કરતા હતા તે જોતા સ્થાનિકોને લાગ્યું હતું કે હમણાં જન્માષ્ટમીના તહેવારો હોય તેમા રજા દરમિયાન ચોરી કરવાના ઇરાદે રેકી કરતા હોવાની શકા ઉપજી હતી. આથી સ્થાનિકોએ આ ત્રણ શખ્સોને ઝડપી લઈને વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યા છે. પોલીસે આ ત્રણેયને રાઉન્ડઅપ કરી ઉલટત પાસ હાથ ધરી છે.