રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ ડેપ્યુટી સેક્રેટરી મનીષ સી. શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર નગરપાલિકા પ્રમુખ પદ માટે OBC (મહિલા), હળવદ નગરપાલિકા પ્રમુખ પદ માટે મહિલા, માળીયા મિયાણા નગરપાલિકા પ્રમુખ પદ માટે OBC અને ટંકારા નગરપાલિકા પ્રમુખ પદ માટે OBC જાહેર કરવામાં આવ્યું છે.પાલિકા પ્રમુખનું રોટેશન જાહેર થતા આ વર્ષે દિવાળીની આસપાસ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થવાની શકયતા છે.