Saturday - Jul 04, 2026

મોરબીમાં વેપારી પિતા, પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો, મારામારીની ઘટના સીસીટીવીમા કેદ

મોરબીમાં વેપારી પિતા, પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો, મારામારીની ઘટના સીસીટીવીમા કેદ

મોરબીની મેઇન પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં દુકાન ધરાવતા વેપારી અને તેના દીકરા સહિત ત્રણ વ્યક્તિઓને માર મારવાની ફરિયાદ નોંધાઇ છે. વેપારીની દુકાને માથાકૂટ કરીને હુમલો કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મોરબીમાં વેપારીની દુકાન પાસે ગ્રાહકની ઈકો ગાડી પાર્ક કરી હોય તેને હટાવી લેવા બાબતે બોલાચાલી કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વેપારી પંકજભાઈ મેઘજીભાઈ પલણ અને તેના દીકરા વૈભવ સહિત ત્રણ લોકોને માર માર્યો હતો અને આરોપી ગુલામભાઈ ખાલેરા, ફેઝાન ખાલેરા, ઈદરીશ ખાલેરા, કૃણાલ કૈલા, ઇમરાન ખાલેરા અને નાઝીર દેવલીયા સામે હુમલો કરવા મામલે ગુન્હો નોંધાયો છે. આરોપીઓએ છરી, પાઇપ, ધોકા વડે વેપારી અને તેના દીકરા સહીત ત્રણ વ્યક્તિઓને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ વેપારીના દીકરાને હાથમાં એક શખ્સે બચકું ભરી લીધું હતું, ઈજા પામેલ વેપારી સહિતનાઓને સારવારમાં ખસેડાયા છે. જ્યારે વેપારીની દુકાને માથાકૂટ કરીને હુમલો કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.