મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા યુવાનના ઘરે આવી ત્રણ આરોપીઓએ ધમકી આપી યુવાનની કાર, રોકડ રકમ અને 3 મોબાઈલ સહીત ૬ લાખથી વધુની લૂંટ ચલાવી હતી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના જેતપર ગામના જય સુરેશભાઈ અમૃતિયા (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી પંકજ ચમનભાઈ ગોઠી રહે હળવદ અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ના રાત્રીના આઠ થી આડા આઠના અરસામાં આરોપી પંકજ અને બે અજાણ્યા ઈસમો કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવી ફરિયાદીના માતા અને ભાઈ સાથે ઝઘડો કરી ગાળો અપાઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીની કાર જીજે ૩૬ એપી ૪૪૪૭ કીમત રૂ ૫ લાખ, ગાડીમાં રાખેલ રોકડ રૂ ૫૦,૦૦૦ તેમજ ત્રણ મોબાઈલ કીમત રૂ ૫૪,૦૦૦ મળીને કુલ રૂ ૬,૦૪,૦૦૦ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક ડર બતાવી લૂંટ કરી નાસી ગયા છે. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે