Saturday - May 02, 2026

ઉદયપુરની રેવ પાર્ટીના દરોડામાં મોરબી જિલ્લાના ત્રણ લોકો પકડાયા.

ઉદયપુરની રેવ પાર્ટીના દરોડામાં મોરબી જિલ્લાના ત્રણ લોકો પકડાયા.

રાજસ્થાન:- ઉદયપુરની હોટલમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 11 યુવતી અને 40 પુરુષોની ધરપકડ કરી હતી, જેમાં મોરબી જિલ્લાના ત્રણ લોકો પણ ઝડપાયા છે. પોલીસે દાવો કર્યો હતો કે આ પાર્ટી જન્મદિવસની પાર્ટીની આડમાં યોજાઇ રહી હતી પાર્ટીમાં મોંઘો દારૂ અને અન્ય નશીલા પદાર્થો પણ પીરસવામાં આવી રહ્યા હતા, પાર્ટી માટે અન્ય રાજ્યોમાંથી છોકરીઓને પણ બોલાવવામાં આવી હતી, જ્યાં યુવાનો યુવતીઓ પર નકલી નોટો ફેકતા હતા, આ દરમિયાન પોલીસે નકલી ગ્રાહક બનીને ત્યાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી, 

ઉદયપુરની રેવ પાર્ટીના દરોડામાં મોરબી જિલ્લાના ત્રણ લોકો પકડાયા.

વધુમાં ડી.એસ.પી. સૂર્યવીરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પોલીસે શનિવારે રાત્રે 11:30 વાગે નાઈ વિસ્તારમાં કોડીયાત રોડ પર આવેલી હોટલ ગણેશ પર દરોડો પાડ્યો હતો, આ કાર્યવાહી રવિવાર બપોર સુધી ચાલુ રહી હતી, જ્યાં પોલીસ નકલી ગ્રાહકો બનીને ગઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં નકલી નોટો પણ મળી આવી હતી, જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે છોકરીઓ ડીજે ના સૂર પર નાચતી હતી, અને કેટલાક યુવાનો તેમના પર નકલી નોટોનો વરસાદ કરી રહ્યા હતા,
 

ઉદયપુરની રેવ પાર્ટીના દરોડામાં મોરબી જિલ્લાના ત્રણ લોકો પકડાયા.

ગણેશ હોટલમાં વિશ્વજીત સોલંકી નામનો એક આયોજક યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી કરાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી, આ પાર્ટી માટે દરેક વ્યક્તિ પાસેથી રૂપિયા 5,000 લેવામાં આવ્યા હતા, ગુજરાતમાંથી તો બસ ભરાઈને લોકો આ રેવ પાર્ટીમાં ગયા હતા, જેમાં મોરબી જિલ્લાના ખાનપર ગામના જાડેજા જયપાલસિંહ બહાદુરસિંહ ઉંમર વર્ષ 26 તેમજ ટંકારાના બંગાવડી ગામના સોરીયા નીતિશ હરજીભાઈ ઉંમર વર્ષ 35 અને સોરિયા પ્રફુલ ડાયાભાઈ ઉંમર 47 પણ પકડાયા હતા, પોલીસે હોટલમાંથી ગેરકાયદે દારૂ સાઉન્ડ સિસ્ટમ આપત્તિ જનક સામગ્રી અને ત્રણ મોટા વાહનો જપ્ત કર્યા હતા.