Saturday - May 02, 2026

મોરબીમાં ચાઈનીઝની દુકાને આંતક મચાવી ત્રણ શખ્સોએ ચાઈનીઝના ધંધાર્થીને માર માર્યો

મોરબીમાં ચાઈનીઝની દુકાને આંતક મચાવી ત્રણ શખ્સોએ ચાઈનીઝના ધંધાર્થીને માર માર્યો

બોલેરો ગાડીમાં આવેલ શખ્સ તેમજ બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાસે ચાઈનીઝ ફૂડની દુકાન પાસે બોલેરો ગાડીમાં આવેલા શખ્સ તેમજ બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી યુવાનને માર મારતા હોય વચ્ચે છોડાવવા પડેલા ચાઈનીઝના ધંધાર્થી સહિતના સાહેદને માર મારવામાં આવતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ધરાવતા મનોજ રામભાઈ રાજપુતે જીજે - 36 - વી - 8247 નંબરની બોલેરો ગાડીમાં આવેલ આરોપી સાહિલ તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ સાંજના સમયે આરોપીઓ ફરહાન ફિરોઝભાઈ સંઘવાણી સાથે ઝઘડો કરતા હોય છોડાવવા જતા આરોપીઓએ તેમને તેમજ સાહેદોને પાઇપ અને લાકડાની પટ્ટી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.