કોંગ્રેસ શાસિત માળીયા મી. નગરપાલિકાના વોર્ડ નંબર-1ના સભ્ય જેનાબેન કરીમ સંઘવાણી, હારુનભાઈ એચ. સંઘવાણી તથા વોર્ડ નં 6ના સભ્ય ફરીદાબેન અનવર ખોડએ પાલિકા પ્રમુખને રાજીનામુ આપી માળીયા નગરપાલિકાનું રાજકારણ ગરમાયુ છે. આ રાજીનામ અંગે ખુલાસો કરતા હારુનભાઈએ જણાવ્યું હતું કે, અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે, ઘરના કામ હોવાથી સમાજ સેવાના કાર્યો ન કરી શકતા હોવાની કારણે તેમણે રાજીનામુ આપ્યાની ચોખવટ કરી હતી. અન્ય સભ્ય ફરીદાબેને તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા કામ ન થતા હોવાથી નારાજ થઈને રાજીનામુ આપ્યું હોવાનું અને તેમના વિસ્તારમાં કચરાના ઢગલા હોય કોઈ કચરો લેવા આવતું ન હોય સાફ- સફાઈ પણ થ ન હોવાથી તેમણે રાજીનામુ આપી દીધાનું જણાવ્યું હતું.