Monday - Jul 06, 2026

મોરબીની ક્રિષ્ના સોસાયટીમાં પાણી ભરાવવાના પ્રશ્ને પાલિકામાં ઉગ્ર રજુઆત

મોરબીની ક્રિષ્ના સોસાયટીમાં પાણી  ભરાવવાના પ્રશ્ને પાલિકામાં ઉગ્ર રજુઆત

મોરબી શહેરમાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા ત્યારે મોરબીના છાત્રાલય રોડ પર નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી-૦૨ માં ઘરમાં અને શેરીમાં વરસાદી અને ભુગર્ભના પાણીના કારણે ગટર ચોકઅપ થઈ જવાથી ઘરમાં અને શેરીમાં પાણી ન ઓસરતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો જે થી ક્રિષ્ના પાર્ક સોસાયટીની મહિલાઓ મોરબી પાલિકામાં પોહચી હતી અને ભુગર્ભ સાફ કરવા મુદ્દે હલ્લાબોલ કરી કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ નગરપાલિકાના અધિકારીઓને આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.