મોરબીમાં ભારે વરસાદથી લોકોની કમર તો ઠીક પણ જીવ પણ જાય તેવા જીવલેણ ખાડા પડી ગયા છે. તમામ માર્ગોની હાલત કપરી થઈ ગઈ છે. ટુ વહીલર હોય કે ફોર વહીલર ખાડા માર્ગ ઉપરથી નીકળે ત્યારે સમંદરમાં તોફાન વખતે નાવની જેમ હાલક ડોલક થયા વગર રહેતા નથી. 20ની સ્પીડે પણ વાહન ચાલવી શકાય એમ નથી. માત્ર ધીરજના ફળ મીઠાની જેમ જ વાહન સાવ ધીમા ધીમા ચલાવવા પડે છે. નહિતર હોસ્પિટલમાં જવાના ચાન્સ વધુ રહે છે. એકપણ શહેરનો એવો માર્ગ બચ્યો નથી કે જ્યાં ખાડા ન પડ્યા હોય, આ ખાડા રીપેર નહિ થાય તો લોકો હોસ્પિટલ ભેગા થશે એની પુરી ગેરંટી છે.