Monday - Jul 06, 2026

મોરબીની અરિહંત સોસાયટીમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા

મોરબીની અરિહંત સોસાયટીમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા

મોરબીના જીઆઈડીસી સામે આવેલ અરિહંત સોસાયટીના લોકો ભૂગર્ભ ગટર પ્રશ્ને રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતાં. ભૂગર્ભ ગટરના પાણીથી પીડિત અરિહંત સોસાયટીના લોકોએ પાલિકા તંત્ર સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી કે,  તેમની સોસાયટીમાં ઘણા સમયથી ભુર્ગભ ગટરના પાણી ઉભરાય છે. આખી સોસાયટીમાં પાણી ભરાય ગયા છે એક તો વરસાદ અને ઉપરથી ગટરના પાણીનો નિકાલ ન હોવાથી ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસી ગયા હતા. એટલે સુધી કે ઘરના રસોડા અને બાથરૂમમાં તેમજ ઘરમાં પાણી ભરાતા રસોઈ કરવા ક્યાં જવું અને જો ગમે તેમ કરીને રસોઈ કરી લઈએ તો જમવા ક્યાં જવું કારણ કે ઘરમાં ગટરના ગંદા પાણી ભરેલા છે. ગદા પાણી શેરીમાં પણ ભરેલા હોય રોગચાળો ઉગભવે તેવી દહેશત છે .આથી આ બાબતે પાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આજે રજુઆત કરતા ચીફ ઓફિસરે બે ત્રણ દિવસથી ગટરનો પ્રશ્ન દૂર કરવાની ખાતરી આપી છે.