Wednesday - Aug 26, 2026

માળીયાના મોટી બરાર ગામે ટીસી ભડભડ સળગ્યું

માળીયાના મોટી બરાર ગામે ટીસી ભડભડ સળગ્યું

માળીયા પંથકમાં પુરને કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. માળીયા તાલુકામાં પીજીવીસીએલને ખાસ્સું નુકશાન થતા હજુ પણ અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયેલો છે. ત્યારે માળીયા પંથક ઉપર બીજી ઘાત ઉતરી હતી. જેમાં માળીયાના મોટી બરાર ગામે આવેલ ટીસી ભડભડ સળગી ઉઠ્યું હતું. ભારે વરસાદમાં ક્ષતિ પહોંચી હોય કે અન્ય કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આ ટીસી સળગી ઉઠ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પણ ટીસી સળગી જતા વીજ પુરવઠો ખોરવાય ગયો હતો.